આહવા: સાપુતારામાં RBI ની મહત્વની બેઠક, ડાંગના વિકાસ માટે બેંકોને નવી વ્યૂહરચના અપનાવવા નિર્દેશ
સાપુતારા ખાતે ડાંગ જિલ્લાના આર્થિક વિકાસ અંગે RBI ની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. જેમાં બેંકોને પરંપરાગત પદ્ધતિ છોડી ડાંગના વિકાસ માટે વિશેષ વ્યૂહરચના અપનાવવા, રોજગારી, ટૂરિઝમ અને ટેલિકોમ કનેક્ટિવિટી સુધારવા તેમજ સ્વ-સહાય જૂથોની આવક વધારવા ભાર મૂકવામાં આવ્યો.