પુરુષોત્તમ માસના પાવન અવસરે શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુરુષોત્તમ માસના પવિત્ર અવસર નિમિત્તે શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર, ગડી ફોર્ટ મામલતદાર કચેરી , દાહોદ ખાતે પાવન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો.
કથાકાર શ્રી શ્યામાનંદ મહારાજજી એ પુરુષોત્તમ માસનું મહત્વ, ધર્મ, ભક્તિ, સદાચાર અને માનવ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન-કીર્તન તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મહાઆરતી સાથે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવેલ હતુ.
કાર્યક્રમ દરમિયાન ભક્તજનોમાં આધ્યાત્મિક જાગૃતિ અને ધાર્મિક ભાવનાનો સંચાર થયો હતો. આયોજન સમિતિ દ્વારા તમામ ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો
Dohad, Dahod | Jun 12, 2026