સિહોર: સિહોર નગરપાલિકા ની બજેટ સભા તોફાની બની રહીવિપક્ષ ના આકરા પ્રહાર સામે સત્તાધીશો લાચાર જણાયા
આજરોજ સિહોર નગરપાલિકા ની સાધારણ સભા મળી હતી જેમાં સિહોર નગરપાલિકા નું ૮૫ કરોડ ૧૩ લાખ ૩૦ હજાર ૩૪૩/- ની આવક તથા ૭૪ કરોડ ૩૨ લાખ ૫૨ હજારની જાવક સાથેનું પૂરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.આ બજેટમાં ચર્ચા દરમિયાન વિપક્ષ તથા અપક્ષના સભ્યો દ્વારા ખૂબ ચોકસાઈથી અભ્યાસપૂર્વક ખામીઓ દર્શાવી હતી. જોકે શાસક પક્ષ લાચાર બની ગયો હતો