તળાજા: ઝાંઝમેર ગામે મહિલાને માર માર્યાની ઘટના, ઈજાગ્રસ્ત મહિલાને તળાજા બાદ ભાવનગર રીફર કરાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામેથી મહિલાને માર માર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઝાંઝમેર ગામે એક મહિલાને માર મારવામાં આવતા તેણીને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને વધુ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.