આણંદ શહેર: વિદ્યાનગર રોડ સહિત વિવિધ સ્થળે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં તપાસ, 43 નમૂના લેવાયા
આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ છે.તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે.આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આણંદ શહેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.