ઊંઝા: ઊંઝામાં તિરુપતી પ્લાઝાના કમ્પાઉન્ડમાંથી 50 હજારની બાઈકની ચોરી
Unjha, Mahesana | Nov 12, 2026 ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં હાઈવે પર આવેલા તિરુપતી પ્લાઝામાંથી બજાજ પલ્સર-125 બાઈકની ચોરી થઈ છે. અંદાજે 50 હજારની કિંમતની આ બાઈક ચોરાતા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.