ખંભાત: ખંભાતના મોટા ભાટવાડાના કબૂતરબાજને ચેક રિટર્ન કેસમાં ખંભાતની અદાલતે 1 વર્ષની સજા ફટકારી
Khambhat, Anand | Mar 24, 2026 ખંભાત શહેરમાં વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયા મેળવી, તે પરત કરવા માટે આપેલો ચેક બાઉન્સ થવાના કેસમાં ખંભાતની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ખંભાતના મોટા ભાટવાડાના કબૂતરબાજ પ્રદીપ સુરેશભાઈ બ્રહ્મભટ્ટને 1 લાખના ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા, દંડનીય સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.મહત્વનું છે કે, ખંભાતના મોટા ભાટવાડાનો કબૂતરબાજ વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવતો હતો.