ખંભાત: ઉંદેલની પરિણીતા પુત્ર સાથે ગુમ થતા ફરિયાદ
Khambhat, Anand | Mar 28, 2026 ખંભાત તાલુકાના ઉંદેલ ગામે આવેલા દરબાર ફળિયામાં રહેતી કોમલબેન પ્રવિણભાઈ પરમાર (ઉ. વ. ૩૦) ગત ૨૪મી તારીખના રોજ ઘરેથી પોતાના પુત્ર હિમાંશુસિંહ (ઉ. વ. ૮)ને લઈને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. જેની લાગતા વળગતા તમામને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ પત્તો ના મળતાં આ અંગે તેણીના પતિએ ખંભાત રૂરલ પોલીસ મથકે આવને પોતાની જાહેરાત આપતાં પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.