#crime #ગુજરાતપોલીસ #gujratpolice
નવસારી LCBને બીલીમોરા વિસ્તારમાં બંધ મકાનોમાં ચોરી કરતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે એક રીઢા તસ્કરને ઝડપી પાડી ₹10.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ઘરફોડ ચોરીના ગુના ઉકેલાયા છે.
આરોપી અરીફુદ્દીન ઉર્ફે અરીફ ઝહીરૂદ્દીન કાસમુદ્દીન સૈયદને બીલીમોરા-દેવસર રોડ, ધકવાડા ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની ચોરીની સ્પેલન્ડર બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
Navsari, Navsari | Aug 16, 2026