Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
image
image
image
image
image
image

સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં અગરીયા પરિવારોની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરાયુ અગરીયાઓ માટે આગામી સમયમાં અમલી બનનાર વિશિષ્ટ 'આવાસ યોજના'ના સફળ અમલીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાઈ* કપરા હવામાન વચ્ચે મીઠું પકવતા શ્રમિકોની પ્રાથમિક જરૂરિયાતો અને ભૌગોલિક પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરાઈ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ અને ગુજરાત રાજ્યના અધિક શ્રમ આયુક્ત ડૉ. વાય. એમ. શેખની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકાના રણ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે રણ વિસ્તારમાં જઈને મીઠું પકવવાનું કપરૂં કામ કરતા અગરીયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન અધિક શ્રમ આયુક્તશ્રી અને તેમની ટીમ દ્વારા દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના રણ વિસ્તારમાં વસતા અગરીયાઓની હાલની પરિસ્થિતિનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અગરીયાઓને ખુલ્લા રણમાં અતિ વિષમ હવામાન વચ્ચે ઝૂંપડાં બાંધીને રહેવામાં પડતી મુશ્કેલીઓ, તેમજ પીવાનું શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં પડતી રોજિંદી સમસ્યાઓનો સ્થળ પર જઈને ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી સમયમાં ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકાનાર વિશિષ્ટ 'આવાસ યોજના'ની પૂર્વતૈયારીઓના ભાગરૂપ હતો. રણ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવતા અગરીયાઓ માટેના આ આવાસ પ્રોજેક્ટથી શ્રમિકોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ યોજનાના અત્યંત અસરકારક અને સફળ અમલીકરણ માટે રણની ભૌગોલિક પરિસ્થિતિ, અગરીયાઓની વાસ્તવિક જરૂરિયાતો અને તેમના રહેઠાણના સ્થાનોની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક આકલન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મદદનીશ શ્રમ આયુક્તશ્રી એસ.એ.ભપલ, સરકારી શ્રમ અધિકારીશ્રી, શ્રમતંત્રના અન્ય કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dasada, Surendranagar | Jun 11, 2026

MORE NEWS