પારડી: તીઘરા બગવાડામાં 25 તોલા દાગીનાની ચોરી કરનાર ચોર પાડોશી જ નીકળ્યો
Pardi, Valsad | Oct 13, 2024 તીઘરા ગામે બગવાડા હાઇસ્કુલ સામે રહેતા પરિવારને ત્યાંથી આશરે ચાર માસ અગાઉ ચોરે મેન દરવાજો તોડ્યા વિના ચોરે અંદાજે 20 થી 25 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થયો હતો. જેની પારડી પોલીસની તપાસમાં પાડોશી જ પરપ્રાંતીય યુવાન ચોર હોવાનું બહાર આવ્યું છે. આ ચોરી બાદ યુવાને ચોરીનો મુદ્દા માલ તેની ચા ની ટપરી નીચે જમીનમાં દાટીને રાખ્યા હતા જે પોલીસે શોધી કાઢી ચોરીનો ટોટલ મુદ્દા માલ કબ્જે કર્યો છે.