કાલોલ: સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસ નિમિત્તે કરોલી ખાતે ગૌ પૂજન સાથે પશુ સારવાર તથા નિદાન કેમ્પ યોજાયો
પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસ નિમિત્તે કરોલી ગામ ખાતે ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌસેવાનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું તેમજ પશુપાલકોને ઉપયોગી બને તેવા પશુ સારવાર તથા નિદાન કેમ્પ યોજાયો હતો.