જંબુસર: જંબુસરના ડાભા ગામમાં વીજ તંત્રની બેદરકારી, ટ્રાન્સફોર્મર પર વેલા અને ઝાડીઓનું સામ્રાજ્ય
જંબુસરના ડાભા ગામમાં દરગાહ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર વેલા અને ઝાડીઓ ઉગી નીકળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વીજ તંત્રની આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.