ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મેયર હિતેશભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સમગ્ર આશરે 14 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટનું વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગોની સ્થિતિ, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, જર્જરિત મકાનો, આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તેમજ CCTV મોનિટરિંગ સહિતની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર રોડ રીસરફેસિંગ, પેચવર્ક, ફૂટપાથનું સમારકામ, ડ્રેનેજ સફાઈ, વધારાની LED લાઇટ્સ, 97 CCTV કેમેરા, મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર વાહનો, સફાઈ કર્મચારીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી મશીનરી સહિતની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
#JagannathRathYatra #Ahmedabad #RathYatra2026 #GujaratNews #PublicSafety #HumDekhengeNews