મુળી તાલુકાના પલાસા ગામે રહેતા જેસાભાઇ રૂપાભાઈ જખાણીયા પોતાનો છકડો રિક્ષા લઈ ચોટીલા હાઈવે પર જતા હોય તેવા સમયે ચાર શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત જેસાભાઈને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડી બાદમાં હુમલાખોર સુરેશભાઈ મસાભાઈ માથાસુરીયા, અજયભાઈ મસાભાઈ માથાસુરીયા, મસાભાઈ ભીખાભાઈ માથાસુરીયા તથા એક અજાણ્યા શખ્સ વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.