તળાજા: રત્નકલાકારોના પ્રશ્નોને લઈને તળાજામાં બેઠક: મોટી સંખ્યામાં રત્નકલાકારો રહ્યા ઉપસ્થિત
તળાજા શહેરમાં રત્નકલાકારોના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. રામપરા રોડ ખાતે આવેલી તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રત્નકલાકારો સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ તેમજ તેમના હિતને લગતા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડાયમંડ એસોસિએશન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં રત્નકલાકારોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામ