ઓલપાડ: જિલ્લામાં 36 કલાકમાં 6ના મોત: માર્ગ અકસ્માતમાં ત્રણ હિટ એન્ડ રનની ઘટનાઓ
Olpad, Surat | Dec 1, 2025 સુરત જિલ્લામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓ માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ક્યાંક ઝડપની મજા મોતની સજા બની રહી છે.તો ક્યાંક પુરઝડપે દોડી રહેલા વાહનો નિર્દોષ લોકોને અડફેટે લઈને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં માર્ગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે.જેમાં પાંચ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ માર્ગ અકસ્માતમાં ત્રણ ઘટના હિટ એન્ડ રનની બનવા પામી હતી