ગાંધીધામ: શહેરમાં મનપા દ્વારા GIDC સહિતના અલગ અલગ વિસ્તારોમાં માય થેલી અભિયાન શરૂ
મનપા દ્વારા નિર્ધારિત કરેલ સ્થળ જેવાકે, જીઆઇડીસી ગાંધીધામ, વાવાઝોડા કેમ્પ ગાંધીધામ, કેસર નગર આદિપુર, સેવા કુંજ વોર્ડ વન એ અને ઓમ સાઈ નગર મેઘપર બોરીચી ખાતે સખી મંડળની બહેનો દ્વારા વિનામૂલ્ય થેલી બનાવી આપવામાં આવી રહી છે, જે કોઈ સ્થાનિકો જૂના કપડાં લઇને આવશે તેને જૂના કપડાં માંથી નવી આકર્ષક થેલી સ્થળ પર જ બનાવી દેવામાં આવશે અને તેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. વધુ વિગત માટે એનયુએલએમ વિભાગ ગાંધીધામ મહાનગરપાલિકામાં સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.