ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા સચિવાલય બ્લોક નંબર 9 ખાતે ચૂંટણી પંચને રજુઆત કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા સચિવાલય બ્લોક નંબર 9 ખાતે ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા અને જવાબદારીઓ યાદ અપાવવા માટે આજે અમે આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો ને ધાક ધમકી આપવામાં આવી રહી છે. અમે એસપીને રજુઆત કરી છતાંય કોઈ પગલાંઓ ન લેવાયા. આવી એક બે ઘટનાઓ નહિ પણ અનેક ઘટનાઓ બની છે. ગુજરાત નું આ મોડલ યોગ્ય નથી. કિંગ્રેસ પક્ષે રજુઆત કરી છે કે ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવે.