ગાંધીનગર: દહેગામના વૃદ્ધે કરી આત્મહત્યા, પરિજનો સેક્ટર-27 એસ.પી કચેરી રજુઆત કરવા પોહચ્યા હતા
ગાંધીનગર દહેગામના ગોપાલભાઈ સોનીએ કેટલાક ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી.જેને લઈને મરણજનાર ગોપાલભાઈ એ એક વિડિઓ બનાવી તેમાં કેટલાક ઈસમો વિરુદ્ધ આક્ષેપ કરી આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ પરિજનો સે 27 એસપી કચેરી ખાતે રજુઆત માટે પોહચ્યા હતા. પોલીસે પરિજનોને સમજાવી ત્યાર બાદ પરિજનો ડેડ બોડી લેવા માટે તૈયાર થયા હતા. હાલ આત્મહત્યા બાબતે પોલોસે ગુન્હો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.