આણંદ: આણંદના કાસોર ગામે ટ્રોલીનું વહીલ ફરી વળતા મહિલાનું મોત નીપજ્યું
Anand, Anand | Mar 31, 2026 આણંદ તાલુકાના કાસોર ગામના વિજયપુરા ગેટ નજીક અચાનક આવી ચઢેલા બાઈકને જોઈને શોર્ટ બ્રેક મારતાં જ બાઈક ચાલક સહિત ત્રણેય રોડ ઉપર પટકાયા હતાં. આ સર્જાયેલા અકસ્માતમાં મહિલાના શરીર ઉપર સામેથી આવતાં ટ્રેક્ટરની ટ્રોલીનું જમણી બાજુનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેણીને સારવાર અર્થે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ.