પેટલાદ: તાઈવાડા વિસ્તારમાં થયેલ માથાકૂટમાં છ આરોપી સામે ગુનો નોંધાયો,પ્રસંગ દરમિયાન રસ્તામાં બાંધેલ છાપરું ખસેડવાની માથાકૂટ હતી
Petlad, Anand | Apr 7, 2026 પેટલાદ શહેરમાં સોમવારે સાંજના સમયે તાઈવાડા વિસ્તારમાં માથાકૂટ થતાં બેથી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે છ આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ ધરી છે. રસ્તામાં બાંધેલ છાપરું લગ્ન પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી ખસેડી લેવા બાબતે માથાકૂટ થઈ હતી.