સંજેલી: પીછોડા-2 આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે કરી મુલાકાત
Sanjeli, Dahod | Sep 11, 2026 રાષ્ટ્રીય પોષણ માસ 2026 અંતર્ગત સંજેલી તાલુકાના પીછોડા-2 આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોશીએ મુલાકાત લીધી. મિલેટ્સ વાનગીઓનું નિદર્શન, સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને શાળાએ ન જતી કિશોરીને પુનઃ પ્રવેશ અપાવવાની કામગીરી કરવામાં આવી.