કાલોલ: પોલીસ સ્ટેશન સામેની સરકારી જમીનમાં ગંદકીથી નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ
કાલોલના તિરંગા સર્કલ પાસે પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામે આવેલી સરકારી પડતર જમીનમાં ફરી ગંદકીના ઢગલા થતા દુર્ગંધ અને રોગચાળાનો ભય ઊભો થયો છે.શાંતિ સમિતિની બેઠકમાં રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ, ડસ્ટબીનની વ્યવસ્થા અને કચરો ફેંકતા તત્વો સામે સીસીટીવીના આધારે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.