રાપર: રાપરના ત્રિકમનગરમાં ગાળો બોલવાની ના પાડતા યુવાનની ઘાતકી હત્યા: સમગ્ર પંથકમાં ચકચાર મચી..
Rapar, Kutch | Mar 27, 2026 વાગડ પંથકના મુખ્ય મથક રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના ત્રિકમનગર વિસ્તારમાં માત્ર ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ એક ૨૩ વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે.