કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ગાંગરડા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
વાલીઓને બાળકોના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી અને મોબાઈલના સદુપયોગ કરવાનું સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- આદિવાસી વિસ્તારોમાં સાયન્સ શાળાઓ અને મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોના કારણે યુવાનો ડૉક્ટર-એન્જિનિયર બની રહ્યા છે
- વરસાદના પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને જળસંચય માટે રૂ.૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ
- ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડવા માટે મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય અને પર્યાવરણ સુરક્ષા અનિવાર્ય
- પર્યાવરણના જતન માટે વડાપ્રધાનશ્રીની "એક પેડ મા કે નામ" મુહિમ અંતર્ગત દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવવા આહવાન કરતા મુખ્ય મંત્રી શ્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ સેવા યજ્ઞ સમાન કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અભિયાન અંતર્ગત બીજા દિવસે યોજાયેલા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે ૧૭૦ જેટલા બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં આદિવાસી પટ્ટીમાં વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ની શાળાઓ ન હતી, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે આ વિસ્તારોમાં સાયન્સ સ્કૂલો, એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો શરૂ થતાં છેવાડાના ગરીબ અને આદિવાસી પરિવારોના સંતાનો પણ ડૉક્ટર અને એન્જિનિયર બનીને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે વધુમાં વાલીઓને બાળકોના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી અને મોબાઈલનો સદુપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમ જનધન યોજના જેવી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જનધન ખાતાઓને કારણે સરકારી સહાય સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં (DBT) જમા થાય છે, જેનાથી ભ્રષ્ટાચાર અને વચેટિયા નાબૂદ થયા છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વધતા જતા વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ની અસરો સામે લડવા માટે જળ સંચય અને પર્યાવરણ સુરક્ષાને અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેન’ અભિયાન હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ આપણી સામાજિક જવાબદારી છે. સરકાર દરેક ધારાસભ્યોને રિવર્સિબલ બોર બનાવવા માટે રૂ.૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. પર્યાવરણના જતન માટે વડાપ્રધા
Dohad, Dahod | Jun 25, 2026