ગામના મુખ્ય રોડ પાસે આવેલી રયસંગપીર દાદાની દરગાહ પાસે આશરે ૨૦ ફૂટ લાંબો અજગર દેખાતા લોકો ભેગા થઈ ગયા અને તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. સાવલી ફોરેસ્ટ વિભાગ તથા નેચર ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી પ્રદીપ રાવલ અને ધર્મેન્દ્રસિંહ પરમારની ટીમે સ્થળ પર પહોંચી અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું.