ધરમપુરના કોસીમપાડામાં લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ: વલસાડ SOGની ટીમે 9.55 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો
વલસાડ એસ.ઓ.જી. (SOG) પોલીસને માદક પદાર્થોના વેચાણ અને વાવેતર વિરુદ્ધની કામગીરીમાં મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન અજયભાઈ શંકરભાઈ કુંવર (રહે. કોસીમપાડા, ધરમપુર) નામના ઇસમે પોતાની ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ધરમપુરના કોસીમપાડા ગામે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના કુલ 20 છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 19 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 9,50,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત 5,000 રૂપિયા છે. આમ, કુલ 9,55,000 રૂપિયાની મત્તા સાથે આરોપીની ધરપકડ કરીને ધરમપુર પોલીસ સ્ટેશ
Vapi, Valsad | Jul 11, 2026