ભુજ: સાતમ-આઠમના વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓનો ઘોડાપૂર
Bhuj, Kutch | Sep 5, 2026 સાતમ-આઠમની રજાઓના વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ભુજ, માંડવી, માતાના મઢ, રોડ ટુ હેવન, ભુજોડી સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. પરિવારજનો અને મિત્રમંડળીઓ સાથે પ્રવાસીઓએ કચ્છના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લઈ રજાની મોજ માણી હતી