દમણના કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણ પોલીસે ઉત્તર પ્રદેશના વારાણસીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. વાપીના બલીઠા સ્થિત સ્વસ્તિક સંકુલના ફ્લેટ નંબર 102 માં રહેતા 35 વર્ષીય સુધાંશુ શેખર રોય ગત તારીખ 06.04.2024 ના રોજ રાત્રે 10:45 કલાકે નાની દમણના ડાભેલ મેઈન રોડ પર આવેલા શીતલ પેટ્રોલ પંપ પાસે હાજર હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. એક આરોપીએ તેમને પાછળથી પકડી લીધા હતા જ્યારે બીજાએ તેમની આંખમાં સફેદ પાવડર નાખી, મુક્કા મારી અને છાતી તથા પેટના ભાગે તીક્ષ્ણ છરો હુલાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓ તેમની બેગમાંથી આશરે 52000 રૂપિયા રોકડા, એક સેમસંગ મોબાઈલ ફોન, આધાર કાર્ડ, ATM કાર્ડ્સ અને અન્ય અગત્યના દસ્તાવેજો લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કચીગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બે આરોપીઓ વિશાલ ગોવિંદભાઈ પટેલ અને પ્રિન્સ કુમાર કેશ�
Vapi, Valsad | Jul 12, 2026