આણંદ શહેર: દોઢ દાયકા બાદ નાગપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમા,આણંદ પોલીસ દ્વારા ટ્રેઇન" ચેક" ડોગ ગોલ્ડ મેડલથી સન્માનિત
ડોગ ટ્રેઇનર આણંદના પોલીસ કર્મચારી પણ મેડલથી સન્માનિત, તાજેતરમાં નાગપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમા આણંદ પોલીસ કર્મચારી રમેશભાઇ ખાંટ ની સફળ ટ્રેનિંગ પગલે "ચેક"ડોગ દોઢ દાયકા બાદ ગોલ્ડ મેડલ જીતતા ગુજરાત પોલીસ તથા આણંદ પોલીસ નું ગૌરવ વધતાં રાજ્ય પોલીસ વડા દ્વારા ડોગ ટ્રેઇનર રમેશભાઇ ખાંટ ને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.