નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો ફસાયેલા હોય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ
નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર તથા અચાનક આવેલા ફ્લેશ ફ્લડની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિકો કે પ્રવાસીઓ ફસાયેલા છે કે કેમ, તે અંગેની માહિતી એકત્રિત કરવા માટે જિલ્લાના તમામ તાલુકાઓના ટૂર ઓપરેટરોને તેમના દ્વારા મોકલવામાં આવેલ પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા જણાવવામાં આવે છે.
જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ નાગરિક અથવા પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલ હોય અથવા તેમની સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય, તો ટૂર ઓપરેટરો તેમજ સંબંધિત નાગરિકોના પરિજનોને તા
Dasada, Surendranagar | Aug 26, 2026