સુરતમાં હાઇકોર્ટના નવા પરિપત્રને લઈને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ અરજીઓ એક જ પ્રકારના ટાઇપિંગ ફૉન્ટમાં તૈયાર કરવાની ફરજિયાત જોગવાઈના વિરોધમાં સુરતના વકીલોએ બે દિવસની હડતાલ જાહેર કરી છે. વિરોધના ભાગરૂપે વકીલો સુરત કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર ઊભા રહી પક્ષકારોને કોર્ટ પરિસરમાં પ્રવેશતા રોકી રહ્યા છે, જેના કારણે ન્યાયિક કામગીરી પર પણ અસર જોવા મળી રહી છે.
#SuratNews #LawyersProtest #HighCourt #CourtStrike #GujaratNews #HumDekhengeNews