કડાણા: ખેડાપા ગામમાં 650મી ગુરુ રવિદાસ મહારાજ જન્મજયંતી પર ભવ્ય કળશ યાત્રા યોજાઈ
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં ઉનવડિયા મહાદેવ મંદિરે 650મી ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતી નિમિત્તે કળશ યાત્રા યોજાઈ. ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પૂજા કરી અને કાર્યક્રમમાં હાજરી આપી શ્રદ્ધાપ્રદર્શન કર્યું.