વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મુરડદ ગામમાં કૌટુંબિક હિંસાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂની લતના કારણે પરિવાર પર સતત ત્રાસ ગુજારતા પિતાની તેના જ બે સગા પુત્રોએ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસે બંને આરોપી પુત્રોની ધરપકડ કરીને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Udhna, Surat | Jul 14, 2026