રાજ્ય સરકાર દ્વારા ગોગો પેપર વેચવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.ત્યારે કડી પોલીસે આવા ઈસમો પર તવાઇ બોલાવી હતી.ડ્રગ્સ અને ગાંજાના દૂષણને ડામવા માટે નશીલા પદાર્થો જ નહીં પરંતુ સેવન માટે ઉપયોગમાં લેવાતા સાધન ઉપર પણ કડક પ્રતિબંધ લાગ્યો છે.ચરસ,ગાંજા જેવા માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર અને પરફેક્ટ પેપર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સાધન પાન પાર્લર અને કરિયાણાની દુકાન પર સરળતાથી મળી રહેતાં હોય છે.