અંજાર: નગરપાલિકા શાળા નંબર ત્રણ મધ્યે માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
Anjar, Kutch | Mar 31, 2026 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર તાલુકા અને નગર દ્વારા રાણી અબક્કા ની 500મી જન્મજયંતિ નિમિત્તે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ” તથા “કુંવારિકા પૂજન કાર્યક્રમ”નું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન નગરપાલિકા શાળા નંબર ત્રણ મધ્યે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાણી અબક્કાના શૌર્ય, નેતૃત્વ અને અદમ્ય સંકલ્પને આધારે થીમ આધારિત રહ્યો હતો.