ભુજ: માધાપરમાં પરવાના વિનાની દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
Bhuj, Kutch | Sep 13, 2026 ભુજ તાલુકા ના માધાપર ગામે ગંગેશ્વર રોડ પર મોમ્સ સ્કૂલ પાછળ બાવળની ઝાડીમાંથી પોલીસે પરવાના વિનાની દેશી બનાવટની બંદૂક સાથે દિનેશ અરવિંદ કોલીને ઝડપી લીધો હતો. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ઝાડીમાં સંતાડેલી અંદાજે રૂ.3,000ની બંદૂક મળી આવી હતી. પરવાનો ન હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.