ઊંઝા: ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ટેન્કરનો અકસ્માત, દુકાનદારને 5 લાખનું નુકસાન
Unjha, Mahesana | Nov 10, 2026 ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર પૂરઝડપે જઈ રહેલા ટેન્કરે રાજેશ્વરી ફેબ્રિકેશનની દુકાનનો શેડ તોડી પાડ્યો. અકસ્માતમાં દુકાનમાલિકને અંદાજે 5 લાખનું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.