વાલિયા: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ગુંદિયા ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબીર યોજી
Valia, Bharuch | Jul 6, 2025 વાલિયાના ગુંદિયા ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી.રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત નગરજનોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં 30થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.કેમ્પમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.