ભુજ: ભુજ તાલુકાના મમુઆરામાં મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Bhuj, Kutch | Oct 22, 2026 ભુજ તાલુકાના મમુઆરા ગામે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સખી મંડળની બહેનો માટે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ઘરેલું હિંસા અધિનિયમ અને 181 મહિલા અભયમ હેલ્પલાઇન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લેવા, કાયદાકીય અધિકારો અંગે જાગૃત થવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરાઈ હતી.