સુરત બ્રેકિંગ…
ડુમસમાં વીજળી પડતાં બ્રેઈનડેડ થયેલા 26 વર્ષીય તરુણ મારૂએ અંગદાનથી પાંચ લોકોને નવજીવન આપ્યું.
માતા-પિતાએ હૃદય પર પથ્થર મૂકી પુત્રના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું.
સોમવારે ડુમસ ફરવા ગયેલા તરુણ પર વીજળી પડતાં ગંભીર ઈજા થઈ હતી.
સારવાર દરમિયાન 9 જુલાઈએ ડોક્ટરોએ તરુણને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
પરિવારની સંમતિ બાદ ડોનેટ લાઈફ સંસ્થા મારફતે અંગદાનની પ્રક્રિયા હાથ ધરાઈ.
તરુણના બંને કિડની અને લિવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવાયા.
ચક્ષુદાનથી જરૂરિયાતમંદ લોકોને નવી દ્રષ્ટિ મળશે.
સુરત પોલીસ દ્વારા લિવર અને કિડની પહોંચાડવા ગ્રીન કોરિડોર બનાવાયો.
ડોનેટ લાઈફના પ્રયાસોથી અત્યાર સુધી 1388 અંગો અને ટીસ્યુઓનું દાન કરાયું.
પુત્ર ગુમાવવાના દુઃખ વચ્ચે પરિવારે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
Udhna, Surat | Jul 11, 2026