મહુવા: મહુવા નાગરિક સહકારી બેંક લિમિટેડની ત્રીજી શાખાનું મહુવામાં ભવ્ય ઉદ્ઘાટન
મહુવાની નામાંકિત અને ગ્રાહકોમાં વિશ્વસનીયતા ધરાવતી સહકારી સંસ્થા શ્રી મહુવા નાગરિક સહકારી બેંક લિમિટેડના યશકલગીમાં વધુ એક સુવર્ણ પીછું ઉમેરાયું છે. “વિના સહકાર નહીં ઉદ્ધાર”ના ઉમદા મંત્ર સાથે આગળ વધી રહેલી બેંક દ્વારા સ્થાનિક લોકોની સુવિધા અને ગ્રાહકોને વધુ સારી બેંકિંગ સેવાઓ મળી રહે તે હેતુથી પ્રભાતનગર વિસ્તારમાં નવી અત્યાધુનિક શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવી શાખા શરૂ થતાં પ્રભાતનગર અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોને બેંકિંગ સેવાઓ માટે વધુ