પેટલાદ: સરદાર ચોક નજીક આવેલ એન. કે. હાઈસ્કૂલના શિક્ષકે આપઘાત કરી લેતા ચકચાર
Petlad, Anand | Apr 4, 2026 આણંદ તાલુકાના કરમસદ ઞામમાં આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતાં અને પેટલાદ એન.કે. હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં શિક્ષક રસ્મિકાન્ત પટેલે માનસીક તાણને લઈ કંટાળી જઈને સેલફોસનો પાવડર પી લેતાં તેઓને બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતાં હતા.