સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે કીમ ઓલપાડ નાકાબંધી દરમિયાન એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો| ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.! આ પ્રકરણમાં હરિયાણા અને સુરતના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.