#navsari #રેલવે #navsarinews
નવસારી એ ગ્રેડનું રેલ્વે સ્ટેશન હોવા છતાં કોરોના બાદ ઘણી લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી બંધ થઈ હતી. જેના કારણે નવસારીથી સુરત અને મુંબઈ તરફ જતા હજારો નોકરિયાતોને મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને બપોરના સમયની ટ્રેનો અને લોકલ ટ્રેનો બંધ થતા મુસાફરોએ અન્ય ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની માંગ મુસાફરો, નોકરિયાતો સહિત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વે મંત્રાલય સહિત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલને રજૂઆતો કરી હતી. જેમાં ગત દિવસોમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની આગેવાનીમાં નવસારીના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી નવસારીની સ્થિતિ જણાવી હતી. જેને ધ્યાને રાખી રેલ્વે મંત્રાલય દ્વારા કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ અપાતા નવસારીજનોમાં ખુશી ફેલાય હતી. જેમાં આજે અમદાવાદ તરફ જતી કર્ણાવતી એ�