ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના પાલડી ગામમાં જમીન અને માટી ચોરીને લઈને મોટો વિવાદ ઉભો થયો
ગારિયાધાર તાલુકાના પાલડી ગામમાં જમીન અને માટી ચોરીને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, ગામની આસપાસથી બિનકાયદેસર રીતે માટી ખોદી અને ટ્રેક્ટર દ્વારા અન્યત્ર લઈ જવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારે મશીનરી અને વાહનો દ્વારા મોટા પ્રમાણમાં માટી ખસેડવામાં આવી રહી છે, જેને કારણે ભૂમાફિયાઓ સક્રિય હોવાની શંકા વ્યક્ત