ભુજ: માનકુવા પોલીસની સફળતા: પાવરગ્રીડના ચોરીના સામાન સાથે બે શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Apr 9, 2026 માનકુવા પોલીસની સફળતા: પાવરગ્રીડના ચોરીના સામાન સાથે બે શખ્સો ઝડપાયા માનકુવા પોલીસે પાવરગ્રીડના વીજળીના ટાવરમાં વપરાતા લોખંડના એંગલો અને પ્લેટોના ગેરકાયદે જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ આ સામાનના કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.