ગારિયાધાર: ગારિયાધારમાં વાલમ બાયપાસ રોડની દયનીય હાલતઃ મુસાફરો અને વાહનચાલકો ત્રસ્ત
ગારિયાધારમાં વાલમ બાયપાસ રોડની દયનીય હાલતઃ મુસાફરો અને વાહનચાલકો ત્રસ્ત ગારિયાધાર શહેરના વાલમ બાયપાસ રોડની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ બનતી જઈ રહી છે. આર.સી.સી. રોડ તરીકે બનાવવામાં આવેલ આ માર્ગ હવે ખખડધજ બની ગયો છે, જ્યાં અનેક જગ્યાએ સિમેન્ટ ઉખડી જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે. આ કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈક અને નાના વાહનચાલકો માટે આ રોડ જીવલેણ સાબિત થઈ શકે