ગારિયાધાર: ગારીયાધારના મોરબામાં દેશી દારૂના 'અડ્ડા'નો રાફડો ફાટ્યો:
ગારીયાધારના મોરબામાં દેશી દારૂના 'અડ્ડા'નો રાફડો ફાટ્યો: યુવાધન બરબાદ, તંત્રની મૌન સંમતિ કે લાચારી? ગારીયાધાર: ગારીયાધાર તાલુકાના મોરબા ગામમાં જાણે 'દારૂબંધી' માત્ર કાગળ પર રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગામમાં દેશી દારૂના ધમધમતા ધંધાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખુલ્લેઆમ વેચાતા આ ઝેરીલા પ્રવાહીએ ગામના અનેક પરિવારોની શાંતિ છીનવી લીધી છે, છતાં તંત્રની આંખે પાટા બંધાયેલા હોય તેવું લાગી રહ્યું છે.